Rules for Rechecking & Reassessment


  • ૧. વિદ્યાર્થીએ પુનઃમૂલ્યાંકન માટે પેપર દીઠ રૂ .૩૦૦/- ફી અને ગુણચકાસણી માટે ફી પેપર દીઠ ૭૫/- ONLINE યુનિવર્સીટીની વેબસાઈટ લીંક  http://kskvku.digitaluniversity.ac મારફતે  ભરવાની રહેશે.
  • ૨. વિદ્યાર્થી પોતાની જ ઉતરવાહીનું પુનઃમૂલ્યાંકન / ગુણ ચકાસણી કરવા માટે અરજી કરી શકશે. 
  • ૩. પુનઃમૂલ્યાંકન / ગુણચકાસણી માટેની અરજી પરિણામ જાહેર થયા પછી પંદર દિવસમાં આવશે  તોજ સ્વીકારવામાં જો માર્કશીટ મળેલ ન હોય તો ઈન્ટરનેટની નોટીફીકેશનની પરિણામ સીટથી પણ અરજી કરી શકશે.
  • ૪. આંતરિક ગુણાંકન / ડીઝરટેશન કે ટર્મવર્કનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે નહી. વાઈવા,પ્રેક્ટીકલનાં ગુણ ચકાસણી / પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે નહી માત્ર યુનિવર્સીટી દ્વારા લેવાયેલ THEORY EXAM નાં ગુણ ચકાસણી / પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે.
  • ૫. કોઇપણ વિદ્યાર્થી ડીગ્રી ક્ક્ષાનાં બે પેપર કરતા વધારે પેપરની ઉતરવાહીનું પુનઃમૂલ્યાંકન  કરાવી શકશે નહી. 
  • ૬. કોઇપણ વિદ્યાર્થી ગુણચકાસણી ત્રણ પેપરમાં કરાવી શકશે .પુનઃમૂલ્યાંકન / ગુણચકાસણી બંને કરવાના હોય તો  બે  પેપરમાં  પુનઃમૂલ્યાંકન અને એક પેપરમાં ગુણચકાસણી કરાવી શકાશે.
  • ૭. ઉતરવાહીનું પુનઃ મૂલ્યાંકન કરતા જે વિષયનાં પેપરમાં પુનઃ મૂલ્યાંકન કરાવેલ હોય તે યુનિવર્સીટી પરીક્ષાનાં કુલ ગુણાંકમાં ૧૦% ટકા ફેરફાર જણાશે તો તેવી ઉતરવાહીનું વધુ એકવાર પુનઃ મૂલ્યાંકન થશે અને છેલ્લા બે મૂલ્યાંકનનાં સરેરાશ માર્ક્સ ગણાશે. 
  • ૮. પુનઃમૂલ્યાંકન / ગુણચકાસણી કારણે જે પરિણામ આવશે તે વિદ્યાર્થીને બંધનકર્તા રહેશે. 
  • ૯. વિદ્યાર્થીના ગુણ કે પરિણામ સુધરે ત્યારે સુધારેલા ગુણ કે પરિણામના આધાર પર સદરહુ વિદ્યાર્થી ચંદ્રક શિષ્યવૃત્તિ ઇનામ મેળવવા પાત્ર ગણાશે. 
  • ૧૦. ગુણ ચકાસણી માં જે સુધારો થાય તે છ માસ પહેલા કરાવી લેવાનો રહેશે  ત્યારબાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
  • ૧૧. પુન:મુલ્યાંકન ના પરિણામ જાહેર થયા બાદ જો કોઈ વિદ્યાર્થી પરિણામ દેખાય નહિ તો ફી ભર્યા ના પુરાવા સાથે એક મહિના ના અંદર લેખીત અરજી પરીક્ષા વિભાગ ને કરવાની રહેશે અન્યથા પરિણામ જાહેર કરવામાં આવશે નહિ જેની ખાસ નોધ લેવી .
Attachment Size
PDF icon Rules for Rechecking & Reassessment.pdf242 KB

© 2022 All rights reserved. KSKV Kachchh University. Website Powered by Computer Department, Admin Block